*'નમો લક્ષ્મી યોજના'* હેઠળ જે વિદ્યાર્થીનીના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય (સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરનારને આવક મર્યાદા લાગુ નથી પડતી) જે ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૮ થી ૧૧માં અભ્યાસ કરતી *વિદ્યાર્થિનીઓ* કે જે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ- ૯ થી ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતી હોય તેમને કુલ રૂ. ૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. જ્યારે 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' હેઠળ જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય અને *ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ* મેળવી વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીને કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.
'નમો લક્ષ્મી યોજના' અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં *ધોરણ.૯ અને ૧૦* માં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે *માસિક રૂ. ૫૦૦/-* મુજબ વાર્ષિક રૂ. ૫,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૦,૦૦૦/- ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ ચૂકવવામાં આવશે. એવી જ રીતે ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. જેમાં *ધોરણ.૧૧ અને ૧૨* માં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે *માસિક રૂ. ૭૫૦ /-* મુજબ વાર્ષિક રૂ. ૭,૫૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે. આમ 'નમો લક્ષ્મી યોજના' હેઠળ *કુલ રૂ.૫૦,૦૦૦/* ચૂકવવામાં આવશે.
Under *'Namo Lakshmi Yojana'* the annual income of the student's family is Rs. 6 lakh or less and *students* studying in class 8th to 11th in the previous academic year 2023-24 and seeking admission in class 9th to 12th for the academic year 2024-25 will receive a total of Rs. 50,000/- is provided as assistance. While under 'Namo Saraswati Vigyan Sadhana Yojana' whose family's annual income is Rs. 6 lakhs or less and a student seeking admission in Science stream with *50% or more marks in Standard-10 Board Examination* a total of Rs. 25,000/- assistance is available.
Under 'Namo Lakshmi Yojana', Class 9 and 10 received a total of Rs. 20,000/- will be paid as assistance. This assistance includes *monthly Rs. 500/-* per annum Rs. 5,000/- as per both the years received total Rs. 10,000/- will be paid. While the remaining Rs. 10,000/- will be paid after clearing the class 10 board exam. Similarly, Class 11 and 12 received a total of Rs. 30,000/- assistance will be paid. In which in *standard.11 and 12* for 10 months during the academic year *monthly Rs. 750/-* per annum Rs. 7,500/- according to both the years received total Rs. 15,000/- will be paid. While the remaining Rs. 15,000/- will be paid after passing the board examination of class 12th. Thus a total of Rs.50,000/* will be paid under 'Namo Lakshmi Yojana'.
*▶️"નમો લક્ષ્મી યોજના" વિશે વધુ માહિતી જાણવા / પરિપત્ર તા.12/03/2024 ડાઉનલોડ કરવા માટે
અહીં_ક્લિક_કરો _____________________________________________
*'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના'* ધોરણ.૧૧ અને ધોરણ.૧૨ *વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ (કુમાર અને કન્યા બંને)* માટે છે. આ યોજના હેઠળ ધોરણ ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- મળવાપાત્ર છે. જેમાં ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં ૧૧ અને ૧૨ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે *માસિક રૂ. ૧૦૦૦/-* મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ મળવાપાત્ર રહેશે.
*'Namo Saraswati Vigyan Sadhana Yojana'* is for Std.11 & Std.12 *Science Stream Students (Both Boys & Girls)*. Under this scheme, per student for Class 11 Rs. 10,000/- and per student for class 12 Rs. 15,000/- is payable. In which the class 11 and 12 received a total of Rs. 25,000/- will be paid as assistance. In this assistance in 11th and 12th standard for 10 months during the academic year *monthly Rs. 1000/-* per annum Rs. 10,000/- for both the years received total Rs. 20,000/- will be paid. While the remaining Rs. 5,000/- will be available after passing the board examination of class 12th.
*▶️"નમો સરસ્વતી વિજ્ઞાન સાધના" યોજના વિશે વધુ માહિતી જાણવા / પરિપત્ર તા.12-03-2024 ડાઉનલોડ કરવા માટે
અહીં_ક્લિક_કરો_____________________________________________
જૂન અને જુલાઇ માસની બંને યોજનાઓની સહાયની રકમ એક જ સાથે *વિદ્યાર્થીના માતા અથવા વિદ્યાર્થીના ખાતામાં DBT* દ્વારા જમા કરાવવામાં આવશે. જ્યારે લાભાર્થી વિદ્યાર્થિની સરકારની અન્ય યોજના હેઠળ સ્કોલરશિપના લાભ સાથે આ યોજનાનો વધારાનો લાભ પણ મેળવી શકશે. આ યોજનાઓના સુચારુ સંચાલન માટે *"નમો લક્ષ્મી" અને "નમો સરસ્વતી" પોર્ટલ* બનાવવામાં આવ્યા છે. જેમાં શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ ધોરણ ૯ થી ૧૨માં કોઈ પણ પ્રવાહમાં પ્રવેશ માટે અને ધોરણ ૧૦ પછી વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ લેતા વિદ્યાર્થિનીઓની નોંધણી ગાંધીનગર ખાતે કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. આ યોજના માટેની સંપૂર્ણ કામગીરી વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ ની શાળાઓમાં વર્ગશિક્ષક દ્વારા કરવામાં આવશે.
*આ યોજનાઓ માટે શાળામાં જમા કરાવવાના જરૂરી ડોક્યુમેન્ટ યાદી :*
1. વિદ્યાર્થીની માતાની બેંક પાસબુક ની ઝેરોક્ષ
2. વિદ્યાર્થીના આધાર કાર્ડની ઝેરોક્ષ
3. વિદ્યાર્થીની માતાના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
4. વિદ્યાર્થીના વાલીનો આવકનો દાખલો (6 લાખથી નીચેની આવક મર્યાદાનો. ( ત્રણ વર્ષ માન્ય હોય તેવો)
5. વિદ્યાર્થીના લીવીંગ સર્ટી (LC) ની ઝેરોક્ષ
6. વિદ્યાર્થીના ગયા વર્ષની માર્કશીટની ઝેરોક્ષ. (50 % કે તેથી વધારે ગુણ મેળવેલા હોવા જોઈએ)
The aid amount of both the schemes for the month of June and July will be deposited through DBT* to the student's mother's or student's account at once. While the beneficiary student will be able to avail the additional benefit of this scheme along with the benefit of scholarship under other scheme of Govt. *"Namo Lakshmi" and "Namo Saraswati" portals* have been created for smooth administration of these schemes. In which, from the beginning of the academic year, the state schools for admission to any stream in class 9 to 12 and after class 10 the students taking admission in science stream are registered through the CTS portal under the Vidya Review Center operating at Gandhinagar. The entire operation for this scheme will be done by the class teacher in the schools of the student/girls.
*List of documents required to be submitted to the school for these schemes:*
1. Xerox of bank passbook of student's mother
2. Xerox of student's Aadhaar card
3. Xerox of Aadhaar Card of the student's mother
4. Income proof of student's parent (with income limit below 6 lakhs. (valid for three years)
5. Xerox of student's Leaving Certificate (LC).
6. Xerox of the student's last year mark sheet. (Must have secured 50% or more marks)
_____________________________________________
ખાસ નોંધ :- કોઈ વિદ્યાર્થીની (કન્યા) આ વર્ષે ધોરણ.9 માં પ્રવેશ મેળવે છે, તો તેને ધોરણ.9 થી ધોરણ.12 સાયન્સ માં "નમો લક્ષ્મી યોજના" અને ધોરણ.11, 12 સાયન્સમાં "નમો સરસ્વતી વિજ્ઞાન સાધના" આ બંને યોજનાનો લાભ મળશે.
(નિયમો અને શરતો મુજબ અભ્યાસ કરે અને પરિણામ મેળવે, તો.)
આ સિવાયની શિષ્યવૃત્તિઓનો પણ લાભ મળશે જ.
ધોરણ.9, 10 ના વિદ્યાર્થીઓ (કુમાર) ને "નમો લક્ષ્મી" યોજના લાગુ નથી પડતી. પણ ધોરણ.11, 12 સાયન્સમાં "નમો સરસ્વતી વિજ્ઞાન સાધના" યોજના લાગુ પડે છે.
Special Note :- If a student (girl) takes admission in class 9th this year, he/she will get both “Namo Lakshmi Yojana” in class 9 to class 12 Science and “Namo Saraswati Vigyan Sadhana” in class 11, 12 Science. The benefits of the scheme will be available.
(Study as per rules and conditions and get results, if.)
Scholarships other than this will also benefit.
"Namo Lakshmi" scheme is not applicable to students of class 9, 10 (Kumar). But "Namo Saraswati Vigyan Sadhana" scheme is applicable in class 11, 12 science.
_____________________________________________
*જો આપ ઉપરોક્ત ક્રાઈટેરિયામાં આવતા હોય અને રાજ્યની ગુજરાત બોર્ડની કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે સીબીએસસી બોર્ડની માધ્યમિક એ ઉચ્ચતર માધ્યમિક શાળા આ યોજનાનો લાભ આપની દીકરીને આપવામાં ઉદાસીનતા દાખવે તો સત્વરે જે તે જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરવો*