_____________________________________________
#જ્ઞાન_સાધના_સ્કોલરશીપ_પરીક્ષા 2023-24
#GyanSadhnaScholarshipExam 2023-24
#JAC #EDUCATION
Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના | વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.
____________________________________________
*💠જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પરીક્ષા તા.11-06-2023 Final Answer Key*
*💠જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા તા.11-06-2023 પરિણામ*
____________________________________________
*Gyan Sadhana Scholarship Exam 2023*
*Gyan Sadhana Scholarship ની પરીક્ષા* માટેના *કોલ લેટર* ડાઉનલોડ શરુ થયેલ છે. આ સાથે *કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા* મોકલી આપેલ છે. જે શાળાઓ સુધી ઉપલબ્ધ કરાવી રજીસ્ટ્રેશન થયેલ તમામ *વિદ્યાર્થીઓના કોલ લેટર ડાઉનલોડ થાય અને પરીક્ષામાં ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરશો.*
*Link :* https://schoolattendancegujarat.in/
*📌નોંધ:- શાળાના login માં Gyan Sadhana Scholarship કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનું બટન જોવા મળતું નથી તો આપના કમ્પ્યુટર/મોબાઈલ ના બ્રાઉઝરની History/cookies clear કરી ફરી login કરવાથી કોલ લેટર ડાઉનલોડ શકાશે. જેનો વિડિયો પણ આ સાથે સામેલ છે.*
તેમજ અન્ય સહાયતા માટે હેલ્પલાઇન નં. 07923973615
____________________________________________
*💠જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા તા.11-06-2023 ના રોજ જ તાલુકા કક્ષાએ યોજવામાં આવશે. તેમજ તા.07-06-2023 થી હોલટીકીટ ડાઉનલોડ કરી શકાશે. (બીજી વાર ફેરફાર)*
➡️જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે https://www.sebexam.org/ અધિકૃત વેબસાઈટ છે.
➡️આ પરીક્ષા ધોરણ.8 પાસ કરનાર વિદ્યાર્થીઓ આપી શકે છે.
➡️પરીક્ષાનું માળખું : 120 ગુણ ના વૈકલ્પિક પ્રશ્નો
સમય : 150 મિનિટ
➡️આ સ્કોલરશીપ હેઠળ રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ સહાય આપવામાં આવશે.
➡️જ્ઞાન સાધના સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ તારીખ 11/05/2023 થી ભરાવવાના ચાલુ થશે.
➡️આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26/05/2023 છે.
➡️જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા - ૨૦૨૩-૨૪ Last Date to Apply Online 01/06/2023 (તારીખ લંબાવવામાં આવી છે.)
➡️Advertise No : ક્રમાંક:રાપબો/જ્ઞા.સા.સ્કો.પરીક્ષા/૨૦૨૩-૨૪/૫૭૬૯-૫૮૭૭
➡️Title : Gyan Sadhna Scholarship Examination
➡️Last Date (dd/mm/yyyy) : 26-May-2023
➡️ Apply Online : https://sebexam.org/Application/FormInfo
➡️નોંધ :- વિદ્યાર્થીના ડાયસ નંબરમાં 18 અંકનો આધાર ડાયસ નંબર (Child UID) નાખવો.
➡️આધાર ડાયસ નંબરની સૂચનાઓ:-
- Child UID (18 Digit) વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
➡️
________________________________________
*🧑🏫Gyan Sadhana Scholarship Exam 2023-24*
➡️આ સ્કોલરશીપનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24 થી થશે. Gyan Sadhana Scholarship 2023 સ્કોલરશીપનો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે.
➡️પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપે છે.
➡️કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આકે છે. આ શિક્ષણ ખાનગી સ્કૂલોમાં 25 % પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને ધોરણ-1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ આ બાળકોમાં જ્યારે ધોરણ-9 માં આવે ત્યારે ગરીબીના કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દેતા હોય છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલી બનાવેલ છે.
*🧑🏫જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે?*
➡️ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની પરીક્ષા પાસ કરવાની રહેશે. આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 તથા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે. જો કે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીના આધારે જ આ સ્કોલરશીપ સહાય ચૂકવવામાં આવશે. આ સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર)થી જમા કરવામાં આવશે.
*🧑🏫Highlight Point Of Gyan Sadhana Scholarship 2023*
આર્ટિકલનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ । Gyan Sadhana Scholarship |
પરીક્ષા કોણ લેશે? | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે? | ધોરણ 9 થી 12 |
સહાયની રકમ | રૂપિયા 25,000/- સુધી |
પરીક્ષા કેટલા ગુણની હોય છે? | 120 ગુણ 150 મિનિટ |
અધિકૃત વેબસાઇટ | https://www.sebexam.org/ |
*🧑🏫જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ની પાત્રતા :*
➡️સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1 થી 8 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
➡️RTE AC-200 ની કલમ-12 (1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
➡️જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
*🧑🏫જ્ઞાન સાધના સ્કોલરશીપ હેઠળ કેટલી શિષ્યવૃત્તિ મળશે?*
➡️ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશીપ મળશે.
➡️ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.
*🧑🏫આ કસોટી આપવા માટે કેટલી ફી હોય છે?*
➡️જ્ઞાન સાધના યોજના માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની ફી ભરવાની નથી.
*🧑🏫જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનો કાર્યક્રમ (Exam Time Table)*
➡️આ સ્કોલરશીપનો લાભ લેવા માટે અગાઉથી પરીક્ષાનો કાર્યક્ર્મ નક્કી કરેલો છે. જે નીચે મુજબ છે.
ક્રમ | વિગત | તારીખ / સમયગાળો |
1 | જાહેરનામું બહાર પાડવાની તારીખ | 10/05/2023 |
2 | વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ | 11/05/2023 |
3 | વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો | 11/05/2023 ( બપોરના 3:00 કલાક( થી 01/06/2023 ( રાત્રીના 12:00 કલાક સુધી |
4 | પરીક્ષા ફી | નિ:શુલ્ક |
5 | પરીક્ષાની તારીખ | 11/06/2023 |
*🧑🏫How To Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના કસોટી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?*
➡️રાજ્યના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.
- સૌ પ્રથમ Google Search માં “SEB Exam” સર્ચ કરો.
- ત્યાર બાદ તેની અધિકૃત વેબસાઈટ “https://www.sebexam.org/ “ આવશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ Home Page પર દેખાતા “Apply Online” પર ક્લિક કરો.
- હવે Application Format દેખાશે તેમા Aadhar UDI નાખવાનો રહેશે.
- વિગતો ઓટો ફીલ જોવા મળશે. તે બરાબર છે કે કેમ? તે વિદ્યાર્થીએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
- જ્યાં લાલ ફુંદડીની નિશાની હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
- વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, હવે તમારો Confirm Number Generate થશે. આ નંબર સાચવીની રાખવો.
*🧑🏫જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનો અભ્યાસક્રમ 2023*
➡️વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટેનું પ્રશ્નપત્ર કુલ 120 ગુણનું રહેશે. જેમા તમામ પ્રશ્નો હેતુલક્ષી સ્વરૂપના (MCQ) રહેશે.
- આ સ્કોલરશીપ મેળવવા માટે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
- કુલ પ્રશ્નો 120 રહેશે. જેનો સમય 150 મિનિટ ( નોધ– પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં 30 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે.)
➡️
કસોટીનો પ્રકાર | કુલ પ્રશ્નો | કુલ ગુણ |
1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી | 80 | 80 |
➡️
____________________________________________
📥જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અંગેનો પરિપત્ર તા.19-05-2023
____________________________________________
📥જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અંગેનો પરિપત્ર તા.18-05-2023 Download
____________________________________________
📥જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અંગેનો પરિપત્ર તા.10-05-2023 Download
____________________________________________
📥જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અંગેનો પરિપત્ર તા.06-05-2023 Download
____________________________________________
No comments:
Post a Comment
Thanks for Watching My Blog