Thursday, March 7, 2024

*🔮RTE ACT-2009 Std.1 Admission 2024-25**🔷Download Admit Card (પ્રવેશ પત્ર)**➡️RTE ACT-2009 અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ.૧ માં પ્રવેશની જાહેરાત**➡️RTE ACT-2009 હેઠળ વિનામૂલ્યે ધોરણ.1 માં પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ વર્ષ 2024-25**⭕તમામ જરૂરી માહિતી મેળવવા માટે અહીં_ક્લિક_કરો*https://tinyurl.com/2yylldxf

_____________________________________________

#RTE #ACT_2009 હેઠળ વિનામૂલ્યે #ધોરણ1 માં #પ્રવેશ ની #જાહેરાત વર્ષ : ૨૦૨૪-૨૫
#Announcement of #Admission to #Free #Class1 under #RTE #ACT_2009 Year : 2024-25

_____________________________________________

News: Dt.16-04-2024
RTE ACT-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે. રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોના પરિણામે વાલીઓમાં જાગૃતિ આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કુલ- 2,35,387 અરજીઓ ઓનલાઈન કરાઈ હતી. જેમાંથી 1,72,675 અરજીઓ માન્ય અને 15,319 અરજીઓ અધુરા દસ્તાવેજોના કારણોસર અમાન્ય કરાઈ હતી અને 47,393 અરજીઓ અરજદારો દ્વારા રદ્દ કરવામાં આવી હતી.
ગુજરાતની કુલ 9828 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 45,170 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કિ.મીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈ પ્રથમ રાઉન્ડમાં કુલ- 39,979 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.
જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં 5191 જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહી છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી અન્વયે વાલીઓને SMS થી જાણ કરાઈ છે તથા એડમિટ કાર્ડ (પ્રવેશ પત્ર)માં દર્શાવેલ અસલ દસ્તાવેજો રજૂ કરી આગામી 22 એપ્રિલના રોજ સોમવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ મેળવી લેવા જણાવાયુ છે. જેઓને પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી કરવામાં આવી છે, જો તેઓ સમયમર્યાદામાં પ્રવેશ મેળવશે નહિ તો તેઓને ફાળવેલ પ્રવેશ રદ ગણાશે, અને પછીના રાઉન્ડમાં તેઓ પ્રવેશ મેળવવા હકદાર બનશે નહીં, તેની ખાસ નોંધ લેવી.
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ ફાળવી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવ્યું નથી તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે. જે બાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
_____________________________________________
📆Updated Dt.15-04-2024
*🔮RTE ACT-2009 હેઠળ વિનામૂલ્યે ધોરણ.1 માં પ્રવેશ પ્રક્રિયા 2024-25*

➡️અગત્ય ની સૂચના:-
RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે.
ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૨૨/૦૪/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ્દ થશે.
ADMIT CARD (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરવા માટે

અથવા


_____________________________________________

📆Updated Dt.03-04-2024
➡️ખાસ સૂચના:- તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૦૬/૦૪/૨૦૨૪ દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડૉક્યુમેન્ટ અપલોડ પેજ પર આપની અરજી જે અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને સ્પષ્ટ વાંચી શકાય તેવું ઓરિજિનલ ડૉક્યુમેન્ટ જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે. 
_____________________________________________

Updated Dt.28-03-2024
➡️RTE ACT-2009 હેઠળ વિનામૂલ્યે ધોરણ.1 માં પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ વર્ષ 2024-25 


➡️RTE ACT-2009 અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ.૧ માં પ્રવેશની જાહેરાત


_____________________________________________

📆Updated Dt.26-03-2024
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ ધોરણ.૧ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન  વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલોતેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલોઈન્કમટેક્ષ રીટર્નતથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
🖥️ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ 
_____________________________________________

📆Updated Dt.14-03-2024
➡️પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ SELF DECLARATION ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

_____________________________________________

📆Updated Dt.11-03-2024
➡️કેટેગરી ક્રમાંક:૯ - આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો
(આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.)
_____________________________________________

🔷શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ ધોરણ.૧ પ્રવેશ : વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના:
           આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખાઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
           તથારહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.
_____________________________________________

📆Updated Dt.09-03-2024
➡️જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ માટે)
_____________________________________________

➡️શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ ધોરણ.૧ પ્રવેશ : ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો
_____________________________________________

➡️શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ ધોરણ.૧ પ્રવેશ : ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ

 
Pdf ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________

➡️શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ ધોરણ.૧ પ્રવેશ : RTE હેઠળ માતા-પિતા/વાલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ

_____________________________________________

➡️શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ ધોરણ.૧ પ્રવેશ : શાળાની યાદી જોવા માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________

➡️શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ ધોરણ.૧ પ્રવેશ : અરજીની સ્થિતિ જોવા માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________

➡️પ્રિન્ટ અરજી માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________

➡️ADMIT CARD (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________

⭕1 જૂન 2024 ના રોજ છ વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને RTE અંતર્ગત ધોરણ-1 માં પ્રવેશ મળશે.

_____________________________________________

*🔷શું છે આ RTE?*

ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.
_____________________________________________

No comments:

Post a Comment

Thanks for Watching My Blog